Wednesday 26 May 2021

 

હેપ્પી બર્થ ડે, આયાંશ.(૨૭-૦૫-૨૦૧૭)  પલ્લવીદાદી અને જીતુદાદા. 

જાણે સમયને આવી હોય પાંખો, એ રીતે ઝડપથી પસાર થાય છે,

ત્રણ મહિનાનો આયાંશ જોતજોતામાં આજે ત્રણ વરસનો થાય છે.

‘છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ’ અને ‘લકડી કી કાઠી’ તારું હાલરડું હતું,

આજે તારું ‘માઈ તેરી ચુનરિયા લહેરાઈ..’ સાંભળી દાદા દાદી સુઈ જાય છે.

નાનો આયાંશ અવિરત રડતો અને અમારો જીવ કળીએ કળીએ કપાતો,

આજે આયાંશ  મીઠુંમધુરું હસે છે, ત્યારે અમારે બત્રીસે કોઠે દીવા થાય છે.

અમારો વહાલો અંશ સાકેત અને સાકેત પૂજાનો પ્યારો અંશ તું આયાંશ,

‘જન્મ દિવસ ના ખુબ ખુબ અભિનંદન’ એમાં પ્રભુની આશિષ સમાય છે.

 

 

વિના કારણ     પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

મને યાદ નથી આવતું તો શું થયું ? એને મારા પ્રત્યે જરૂર કોઈ ફરિયાદ હશે જ,

નહીંતર વિના કારણ એ મને આમ સાવ અમસ્તી અમસ્તી નારાજ તો ન જ કરે.

પરમેશ્વરને પણ માણસ જાત પ્રત્યે રીસાવાનું કોઈ કારણ જરૂર મળ્યું હશે જ,

નહીંતર નિર્મમ થઈને એ આમ પોતાની જ સર્જેલી સૃષ્ટિને તારાજ તો ન જ કરે.  

 

Wednesday 8 July 2020


સાયબા મારા...    પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

સાયબા મારા મને તું સ્વીત્ઝર્લેન્ડ હરવા ફરવા ન લઇ જાય તો કોઈ ફરિયાદ નથી,
મને તો ઉનાળે – શિયાળે ઘરમાં એસી ચાલુ રાખી શકાય એટલું પણ બસ છે.

સાયબા મને પ્લેનમાં ઉડવાનો કે લકઝુરિઅસ કારો માં મહાલવાનો રત્તીભર શોખ નથી,
મને તો બહાર જતી વખતે મારી સીધી સાદી કારમાં પેટ્રોલ પુરાવી દે બસ છે.

સાયબા મને ભારી બેંક બેલેન્સ કે હીરા મોતીના ભારે દાગીનાનો જરા પણ શોખ નથી,
મને તો  બસ તું જોઈતી ચીજ વસ્તુઓ વિના માંગે લાવી દે એમાંય હું ખુશ છું.

સાયબા મારે પ્રખ્યાત ક્લબો માં વોક પર કે ફેમસ જીમો માં વર્ક આઉટ પર જવું નથી,
મને તો ઘરનો સ્વચ્છ અને પ્રસન્ન ખૂણો કસરત કરવા મળે એટલું જ પર્યાપ્ત છે.

સાયબા મારા આપણા નાના નાના પ્રસંગો ધામ ધૂમથી ઉજવાય એવો મને અભરખો નથી,
મને તો બસ મિત્ર મંડળ અને સગાઓને ધારેલી ગીફ્ટ આપી શકું એટલું જ કાફી છે.   



સાથે સાથે     પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી

સાથે જીવીએ છીએ પણ મરવાનું ય સાથે,
બનવાનું નથી એની પૂરેપૂરી ખબર છે,

અને છતાંયે દિલના કોક અગોચર ખૂણે,
છુપાયેલો આ તે કેવો અજ્ઞાત ડર છે?

હમ ઉમ્ર મિત્રોને જ્યારે જ્યારે જોઉં છું,
પોતાના જીવનસાથીથી વિખૂટા પડતાં.

ત્યારે આ કડવું સત્ય મને સતાવે છે,
અહીં કોણ અમરપટો લખાવીને આવે છે? 





સપનામાં આવીને.          પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

તમારી પાણીદાર આંખોને જ્યારે તમે કાજલની ધારથી સજાઓ છો,
જાણતા નથી કે પછી જાણી જોઈને એને આમ કાતિલ બનાઓ છો?

આંખો તમારી અને મરજી પણ તમારી એમાં અમારે વધુ તો શું કહેવું?
પણ પછી સપનામાં રોજ  આવીને  અમને આમ  શીદને સતાઓ છો?

અમે તો ઘણું ય વિચાર્યું કે આજ પછી દેખવું ય નહીં અને દાઝવું ય નહીં,
પણ સામા મળીને જરી મલકાઈને અમારા નિશ્ચયને કેમ ડગમગાઓ છો?




નાની કી કહાની.          પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

બડે પ્યારસે બોલી નાની, ચીંટુ આઓ સુનો કહાની,
એક થા રાજા એક થી રાની, રાજા અકડુ રાની સયાની.

શિકાર કરને ગયા વો રાજા, વનમેં જહાં થે હીરન-હીરની
સુનકર આહટ ચંચલ જોડા, બડી તેજીસે ભાગે પ્રાની.

રાજાને ભી  પીછે પીછે બડી તેજીસે  ઘોડી ભગાઈ,
હીરન ભાગકર હો ગયે ગુમ, રાજા થકકર હો ગયે ચૂર,

ઘને જંગલોમેં  રાસ્તા ભુલા, જાયે કહાં અબ સોચે રાજા
આસપાસ ઉસને સબ દેખા, કોઈ તો દે દે ખાના તાજા.

આંખે બંધ  - દો હાથ જોડકર ઉસ ને પ્રભુ કો કિયા યાદ,
સિર હિલાકે – પૂંછ લગાકે ઘોડીને કિયા માલિક કો સાદ.

સાદ સુનકર રાજા ઉઠા હુવા અપની ઘોડીપે સવાર
ચલ મેરી ધન્નો આજ દિખાદે સબ કો તુ અપના હુનર

મહલમેં અકેલી રાની સોચે અબતક ક્યું ન મેરે રાજા આયે
દૂરસે દેખા મેરે રાજા આયે  રાની ખુશીસે ઝૂમે ગાયેં.

બચ્ચો હુઈ કહાની પૂરી નીન્દીયાસે અબ કહાં હૈ દૂરી
ગુડ નાઈટ સબકો બોલો, ઔર તુમ અબ ચૈનસે સો લો .


શબ્દો શમી ગયાં      પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી

સદા અકડીને ચાલવાને તમે લીધો હતો જનમ,
પણ વચમાં તમે જરાંક વધારે તપી ગયાં.

સાહ્યો તમારો હસ્ત અને ચાલ્યાં ચાર કદમ,
સંતાપ અમારાં દિલના એમાં વધી ગયાં.

મળ્યાં નસીબ જોગે અને બન્યાં તવ સ્વજન,
એમાં ને એમાં જ  મારાં રામ રમી ગયાં.

વિચાર્યું કે આજે તો કહી જ દેવું ન કરવું  સહન,
ચંડિકા રૂપ જોઈ તમારું સૌ શબ્દો શમી ગયાં.

(પેરોડી) (મૂળ પંક્તિ: સૌને પ્રેમ કરવાને મેં લીધો હતો જનમ, વચમાં તમે જરાંક વધારે ગમી ગયાં)

  હેપ્પી બર્થ ડે, આયાંશ.(૨૭-૦૫-૨૦૧૭)   પલ્લવીદાદી અને જીતુદાદા.   જાણે સમયને આવી હોય પાંખો, એ રીતે ઝડપથી પસાર થાય છે, ત્રણ મહિનાનો આયાંશ...