Friday, 4 May 2018


જીવન જીવવાની ચાવી.     પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

કેટલા દિવસો જીવવા એ તારા હાથમાં નથી, છતાં એની ફિકર કરે છે તું,
કેવા દિવસો જીવવા એ તારા જ હાથમાં છે, પણ તને એની કંઈ પડી નથી.

રૂપિયા-પૈસા, સત્તા અને શોહરત ભરપૂર હોય તારી પાસે જીંદગીમાં છતાં,
એના થકી  જીવન વધારી શકે તું  એવી આ જનમમાં એક પણ ઘડી નથી.

જેટલી જીવાઈ ગઈ અને જેવી જીવાઈ ગઈ એ જિંદગી  તારી જ પોતાની,
બીજાને આપી શકાય કે બીજાની ઉધાર લઈ શકાય એવી કોઈ કડી  નથી.

મારું તારું કર્યા વગર પોતાનું કરીને  હવે તો જીવી લે હે પામર મનુષ્ય,
સ્વાર્થ છોડીને પરમાર્થ  જેવી  જીવનની રૂડી એક પણ ચાવી જડી નથી,




  હેપ્પી બર્થ ડે, આયાંશ.(૨૭-૦૫-૨૦૧૭)   પલ્લવીદાદી અને જીતુદાદા.   જાણે સમયને આવી હોય પાંખો, એ રીતે ઝડપથી પસાર થાય છે, ત્રણ મહિનાનો આયાંશ...