બાકી છે..... જિતેન્દ્ર સી. મિસ્ત્રી.
શાંત કોલાહલમાં નિનાદ બાકી છે, ખિન્ન વાતાવરણમાં તારી યાદ બાકી
છે,
આ બન્ને ને
જોડતા અંતર મહીં, ના પૂરાય એવો અવકાશ બાકી છે.
મારા ઉદાસ ચિત્તનો
ઉન્માદ બાકી છે, મુરઝાયેલા પુષ્પનો નિશ્વાસ બાકી છે,
આ બંનેના બિમ્બના
આધાર પર, એમના પ્રતિબીંબનો અંદાઝ બાકી છે.
અધખીલ્યા ફૂલની
સુવાસ બાકી છે, પ્યારને આવકારતો એકરાર બાકી છે,
આવા રૂપનો આપણે
ઈંતઝાર કરીએ, એમના અસ્તિત્વનો આકાર બાકી છે.
આવતી વસંતની બહાર
બાકી છે, એની યાદનો મીઠો રણકાર બાકી છે,
બહારની યાદ અને
યાદની બહારમાં, અટવાતો આ મારો શ્વાસ બાકી છે.
સૂર્ય અને ચંદ્રનો
પ્રવાસ બાકી છે, જીવનની મંઝીલનો થાક બાકી છે,
ધુરા પર ફરતી આ ધરા
પર, આપણા મિલનનો અવસર બાકી છે.
વીતેલી જીંદગીનો અવસાદ બાકી છે, ખરેલા પર્ણનો ખખડાટ બાકી છે,
હું તને હવે વધારે તો શું કહું? મારા આ સંદેશનો સંવાદ
બાકી છે.
વિરહની સુંદર રજુઆત. હવે કવિ થવાની જે ઈચ્છા બાકી છે, તે પૂરી કરો. શુભેચ્છાઓ.
ReplyDelete