હાઈકુ. જીતેન્દ્ર સી.
મિસ્ત્રી.
૧- કોણ કહે છે
અમે એકલાં ?
દુઃખ ખડા ચોપાસ.
૨-ગતિ સૂચક
ઘડિયાળનો કાંટો
પ્રગતીહીન.
૩-ચંદરમા ના
આંસૂ લૂછે સૂરજ
તડકો બની.
૪-સોણલું તવ
યાદ તણું સ્મરીને
હું મરી જાઉ.
૫-વિદાય ગાડી
ગઈ તે છોડી બાષ્પ
હવે આંખમાં.
૬-જોઈ નવોઢા
લજામણીનો છોડ
હસી પડે છે.
No comments:
Post a Comment