સપનામાં
આવીને. પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.
તમારી પાણીદાર
આંખોને જ્યારે તમે કાજલની ધારથી સજાઓ છો,
જાણતા નથી કે પછી
જાણી જોઈને એને આમ કાતિલ બનાઓ છો?
આંખો તમારી અને
મરજી પણ તમારી એમાં અમારે વધુ તો શું કહેવું?
પણ પછી સપનામાં
રોજ આવીને અમને આમ
શીદને સતાઓ છો?
અમે તો ઘણું ય
વિચાર્યું કે આજ પછી દેખવું ય નહીં અને દાઝવું ય નહીં,
પણ સામા મળીને જરી
મલકાઈને અમારા નિશ્ચયને કેમ ડગમગાઓ છો?
No comments:
Post a Comment