Tuesday, 7 July 2020


આપણે બદલાઈ ગયાં છીએ.         પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

આપણે સુધરી ગયાં છીએ ? કે બગડી ગયાં છીએ ? કંઈ ખબર નથી પડતી,
પણ પહેલાં કરતાં તો ઘણાં  અને ચોક્કસ જ  આપણે  બદલાઈ ગયાં છીએ.
જીવનની આહલાદક સફરમાં આપણે શોધવા નીકળ્યા હતા સુખ અને શાંતિ,
પણ દુ:ખ, અશાંતિ અને અકળામણ જ અહીં અનાયાસ આપણને જડી ગયાં છે.
ધર્મ અને  શાસ્ત્ર તો કહે છે ભીડો બાથ પરાયા અને દુશ્મન લોકોની સામે સદા,
પણ અહીં તો આપણે પોતાના જ સગાં અને મિત્રોની સામે બાથ ભીડી રહ્યા છે.
બે ઘડી નો પણ સમય જ ક્યાં છે?’ એવા  બહાના બતાવવામાં નિપૂણ આપણે,
મળેલા અમૂલ્ય એવા સમયને સારવા માટે ખતરનાક વ્યસનોમાં વળી રહ્યાં છે.
સુખ, સગવડ, પૈસા અને સાધનો તો ભરપૂર  અને હાથવગા છે  અહીં આપણને,
પણ સુકુન, ચૈન, શાંતિ, ઊંઘ અને આરામ આપણાથી જોજનો દૂર ભાગી રહ્યા છે.
મોબાઈલ, કોમ્પ્યૂટર, કીંડલ, ને ન જાણે કેવા કેવા અટપટા ગેજેટ્સ ની ભરમાળ,
માયા, મમતા, કરુણા જેવી લાગણીઓ ભૂલીને આપણે ખુદ મશીન બની રહ્યાં છે.
આપણી મોટાંઓની વાત જવા દો, જરા બાળકોની બાબત વિચારો તો સમજાશે કે,
ખેલકૂદ ભૂલાવીને સ્પર્ધાઓમાં નાંખી એમના બાળપણની પણ પત્તર ખાંડી રહ્યાં છે.
પ્રગતિની હરણફાળ ભરવામાં આપણે આપણાથી બહુ  દૂર થઈ ગયાં એ વાત સાચી,
જાગ્યા ત્યાંથી સવાર સમજાવી ગુરુજી આપણને પાછા લાગણી તરફ વાળી રહ્યા છે.

No comments:

Post a Comment

  હેપ્પી બર્થ ડે, આયાંશ.(૨૭-૦૫-૨૦૧૭)   પલ્લવીદાદી અને જીતુદાદા.   જાણે સમયને આવી હોય પાંખો, એ રીતે ઝડપથી પસાર થાય છે, ત્રણ મહિનાનો આયાંશ...