તું છે તો હું છું. પલ્લવી
જીતેન્દ્ર મિસ્ત્રી.
કહેવાય છે કે તું
છે તો હું છું, છતાં..
તને કેટલીયવાર
તાવ્યો છે મેં.
ગીલ્ટ અનુભવીને
વારંવાર, તને..
અંદરથી બહુ
સંતાપ્યો છે મેં.
આ જગમાં સર્વોપરી
છે, એ રીતે
કણ કણ માં વ્યાપ્યો
છે તું.
ન છેદાય કે ન ભેદાય
એવો તું,
બધાએ એ રીતે જ તને સ્થાપ્યો
છે.
તું જે કઇ કરે કહે,
એ જ સાચું
એવો હક્ક આપ્યો છે
તને, છતાં
છેક હવે ડહાપણ
આવ્યું છે, ત્યારે,
લાગે છે હું નહીં
તું જ ફાવ્યો છે.
ખરે જ તું છે તો
હું છું, તને જ
અર્પણ મારા સર્વ
કાર્યો છે.
No comments:
Post a Comment