મારી હયાતીના.. પલ્લવી
જીતેન્દ્ર મિસ્ત્રી.
લખતી વખતે નક્કી
એની કાજળઘેરી આંખો ‘નમ’ હશે,
પત્ર પકડતામાં જ
મારી આંગળીના ટેરવા ભીના થયા.
આમ તો મજબુત મનની
છે પ્રિયતમા મારી છતાં,
લખે છે, આપણે મળ્યે
ન જાણે કેટલા મહિના થયા.
સાંભળી ને સમાચાર
સરહદે જવાનો ની શહીદીના,
અગણિત સવાલો દિલમાં મારી હયાતીના હશે થયા.
મારા બદલે હવે
જયારે મારું કોફીન મારા વતન જશે,
કેમ સહેશે ? આ તો આવતે
જન્મે મળવાના વાયદા થયા.
No comments:
Post a Comment