એક મનગમતું ગીત [કુદરતની કવિતા.] પલ્લવી મિસ્ત્રી
અફાટ આકાશ અને
લીલીછમ ધરતી.
અગાધ દરિયાની લહેરો
સર સર સરતી.
સુમધુર સંગીત અને
શાંત છે સુનકાર.
પાણીના રેલાની જેમ
જાય અમારી કાર.
સાવ એકલડું એ સફેદ
કબૂતર એક બેઠું.
ઊંચા લીલા તરુવરથી
એ આવ્યું છે હેઠું.
એકબીજામા મગન અમે
મનના મીત.
ને વાદળીએ છેડ્યું
એક મનગમતું ગીત.
No comments:
Post a Comment