સાયબા મારા... પલ્લવી
જિતેન્દ્ર મિસ્ત્રી.
સાયબા મારા મને તું સ્વીત્ઝર્લેન્ડ હરવા ફરવા ન લઇ જાય તો કોઈ ફરિયાદ
નથી,
મને તો ઉનાળે – શિયાળે ઘરમાં એસી ચાલુ રાખી શકાય એટલું પણ બસ છે.
સાયબા મને પ્લેનમાં ઉડવાનો કે લકઝુરિઅસ કારો માં મહાલવાનો રત્તીભર શોખ
નથી,
મને તો બહાર જતી વખતે મારી સીધી સાદી કારમાં પેટ્રોલ પુરાવી દે બસ છે.
સાયબા મને ભારી બેંક બેલેન્સ કે હીરા મોતીના ભારે દાગીનાનો જરા પણ શોખ
નથી,
મને તો બસ તું જોઈતી ચીજ વસ્તુઓ
વિના માંગે લાવી દે એમાંય હું ખુશ છું.
સાયબા મારે પ્રખ્યાત ક્લબો માં વોક પર કે ફેમસ જીમો માં વર્ક આઉટ પર જવું
નથી,
મને તો ઘરનો સ્વચ્છ અને પ્રસન્ન ખૂણો કસરત કરવા મળે એટલું જ પર્યાપ્ત છે.
સાયબા મારા આપણા નાના નાના પ્રસંગો ધામ ધૂમથી ઉજવાય એવો મને અભરખો નથી,
મને તો બસ મિત્ર મંડળ અને સગાઓને ધારેલી ગીફ્ટ આપી શકું એટલું જ કાફી છે.