Wednesday, 8 July 2020


સાયબા મારા...    પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

સાયબા મારા મને તું સ્વીત્ઝર્લેન્ડ હરવા ફરવા ન લઇ જાય તો કોઈ ફરિયાદ નથી,
મને તો ઉનાળે – શિયાળે ઘરમાં એસી ચાલુ રાખી શકાય એટલું પણ બસ છે.

સાયબા મને પ્લેનમાં ઉડવાનો કે લકઝુરિઅસ કારો માં મહાલવાનો રત્તીભર શોખ નથી,
મને તો બહાર જતી વખતે મારી સીધી સાદી કારમાં પેટ્રોલ પુરાવી દે બસ છે.

સાયબા મને ભારી બેંક બેલેન્સ કે હીરા મોતીના ભારે દાગીનાનો જરા પણ શોખ નથી,
મને તો  બસ તું જોઈતી ચીજ વસ્તુઓ વિના માંગે લાવી દે એમાંય હું ખુશ છું.

સાયબા મારે પ્રખ્યાત ક્લબો માં વોક પર કે ફેમસ જીમો માં વર્ક આઉટ પર જવું નથી,
મને તો ઘરનો સ્વચ્છ અને પ્રસન્ન ખૂણો કસરત કરવા મળે એટલું જ પર્યાપ્ત છે.

સાયબા મારા આપણા નાના નાના પ્રસંગો ધામ ધૂમથી ઉજવાય એવો મને અભરખો નથી,
મને તો બસ મિત્ર મંડળ અને સગાઓને ધારેલી ગીફ્ટ આપી શકું એટલું જ કાફી છે.   



સાથે સાથે     પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી

સાથે જીવીએ છીએ પણ મરવાનું ય સાથે,
બનવાનું નથી એની પૂરેપૂરી ખબર છે,

અને છતાંયે દિલના કોક અગોચર ખૂણે,
છુપાયેલો આ તે કેવો અજ્ઞાત ડર છે?

હમ ઉમ્ર મિત્રોને જ્યારે જ્યારે જોઉં છું,
પોતાના જીવનસાથીથી વિખૂટા પડતાં.

ત્યારે આ કડવું સત્ય મને સતાવે છે,
અહીં કોણ અમરપટો લખાવીને આવે છે? 





સપનામાં આવીને.          પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

તમારી પાણીદાર આંખોને જ્યારે તમે કાજલની ધારથી સજાઓ છો,
જાણતા નથી કે પછી જાણી જોઈને એને આમ કાતિલ બનાઓ છો?

આંખો તમારી અને મરજી પણ તમારી એમાં અમારે વધુ તો શું કહેવું?
પણ પછી સપનામાં રોજ  આવીને  અમને આમ  શીદને સતાઓ છો?

અમે તો ઘણું ય વિચાર્યું કે આજ પછી દેખવું ય નહીં અને દાઝવું ય નહીં,
પણ સામા મળીને જરી મલકાઈને અમારા નિશ્ચયને કેમ ડગમગાઓ છો?




નાની કી કહાની.          પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

બડે પ્યારસે બોલી નાની, ચીંટુ આઓ સુનો કહાની,
એક થા રાજા એક થી રાની, રાજા અકડુ રાની સયાની.

શિકાર કરને ગયા વો રાજા, વનમેં જહાં થે હીરન-હીરની
સુનકર આહટ ચંચલ જોડા, બડી તેજીસે ભાગે પ્રાની.

રાજાને ભી  પીછે પીછે બડી તેજીસે  ઘોડી ભગાઈ,
હીરન ભાગકર હો ગયે ગુમ, રાજા થકકર હો ગયે ચૂર,

ઘને જંગલોમેં  રાસ્તા ભુલા, જાયે કહાં અબ સોચે રાજા
આસપાસ ઉસને સબ દેખા, કોઈ તો દે દે ખાના તાજા.

આંખે બંધ  - દો હાથ જોડકર ઉસ ને પ્રભુ કો કિયા યાદ,
સિર હિલાકે – પૂંછ લગાકે ઘોડીને કિયા માલિક કો સાદ.

સાદ સુનકર રાજા ઉઠા હુવા અપની ઘોડીપે સવાર
ચલ મેરી ધન્નો આજ દિખાદે સબ કો તુ અપના હુનર

મહલમેં અકેલી રાની સોચે અબતક ક્યું ન મેરે રાજા આયે
દૂરસે દેખા મેરે રાજા આયે  રાની ખુશીસે ઝૂમે ગાયેં.

બચ્ચો હુઈ કહાની પૂરી નીન્દીયાસે અબ કહાં હૈ દૂરી
ગુડ નાઈટ સબકો બોલો, ઔર તુમ અબ ચૈનસે સો લો .


શબ્દો શમી ગયાં      પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી

સદા અકડીને ચાલવાને તમે લીધો હતો જનમ,
પણ વચમાં તમે જરાંક વધારે તપી ગયાં.

સાહ્યો તમારો હસ્ત અને ચાલ્યાં ચાર કદમ,
સંતાપ અમારાં દિલના એમાં વધી ગયાં.

મળ્યાં નસીબ જોગે અને બન્યાં તવ સ્વજન,
એમાં ને એમાં જ  મારાં રામ રમી ગયાં.

વિચાર્યું કે આજે તો કહી જ દેવું ન કરવું  સહન,
ચંડિકા રૂપ જોઈ તમારું સૌ શબ્દો શમી ગયાં.

(પેરોડી) (મૂળ પંક્તિ: સૌને પ્રેમ કરવાને મેં લીધો હતો જનમ, વચમાં તમે જરાંક વધારે ગમી ગયાં)


લાગણીનો સંબંધ  પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

ફેસબુક પર ફોટા મુક્યા છે એણે,
સુંદર મનોહર રમણીય પ્રવાસના,

કેટલી ખુશખુશાલ લાગે છે એ,
જીવનસાથીના સાથ અને સહવાસમાં.

ભલે રહે ખુશ સૌને હક્ક છે,
જીવનમાં સુખી ખુશખુશાલ થવાનો,

પણ હક્ક એને આપ્યો કોણે,
કોઈની સાચી લાગણી સાથે ખેલવાનો?

મારા નામની વ્યક્તિ સાથે જીવનમાં,
સંબંધનું સ્મરણ એને હોય કે ન હોય,

‘તારા વગર ક્ષણભર જીવી નહીં શકું’,
એના વચનો હું કેવી રીતે ભૂલી જવાનો?


મેં.       પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

અગણિત આંસુઓ ચૂકવીને એ,
અણમોલ સંબંધ નિભાવ્યો છે મેં.

આંગળીઓના ટેરવે ચૂભ્યા કાંટા,
ફૂટ્યા લોહીના લાલ લાલ ટશિયા.

છુપાવીને ઉકળતા લાવાને અંતરમાં,
હરિયાળો બગીચો બનાવ્યો છે મેં.

સમજણ ની ચાદર ઓઢી છે તન પર,
ને ડહાપણના ચશ્માં ચઢાવ્યા છે આંખે,

આશાના તંતુને ઝાલીને હાથમાં,
એને કેટકેટલો મલાવ્યો છે મેં.


મારી હયાતીના..      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

લખતી વખતે નક્કી એની કાજળઘેરી આંખો ‘નમ’ હશે,
પત્ર પકડતામાં જ મારી આંગળીના ટેરવા ભીના થયા.

આમ તો મજબુત મનની છે પ્રિયતમા  મારી છતાં,
લખે છે, આપણે મળ્યે ન જાણે કેટલા મહિના થયા.

સાંભળી ને સમાચાર સરહદે જવાનો ની  શહીદીના,
અગણિત સવાલો  દિલમાં મારી હયાતીના હશે થયા.

મારા બદલે હવે જયારે મારું કોફીન મારા વતન જશે,
કેમ સહેશે ? આ તો આવતે જન્મે મળવાના વાયદા થયા.


મા, મુજને તું બહુ ગમે.   પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી

લોકો પૂજે રામને, અને હું પૂજુ ‘’મા’’ તને,
તેત્રીસ કૉટિ દેવતા તારા ખોળે રમે,
મા, મુજને તું  બહુ ગમે.

અમે સૌ બેઠા ઠંડકમાં, તું તપે ગેસ કને,
તારા  હાથનું ખાણું સૌ કોઈ હોંશે હોંશે જમે,
મા, મુજને તું બહુ ગમે.

ખાવાની વરણાગી મારી, નિત નવું કંઈ માંગે,
ભાખરી શાકને ગોળનું દડબું હેતે હેતે ધરે,
મા, મુજને તું બહુ ગમે.

પરોઢિયાના પહોરે ઊઠી, કામો તુ આરંભે,
ઊઠવાની આળસ મારી,તું ચહેરો મારો ચૂમે,
મા, મુજને તું બહુ ગમે.

નિશાળે નહીં જાઉં આજે, બાળહઠ મારી,
સમજાવટથી તોડે, પ્રેમથી એ અવગણે,
મા, મુજને તું બહુ ગમે.

રમવા ટાણે રમવું ‘લ્યા, ને ભણવા ટાણે ભણવું,
બસ તારો આ એક નિયમ નહીં ગમે, પણ
મા, મુજને તું બહુ ગમે.

(StoryMirror - ઇનામ વિજેતા કૃતિ) 


બીલ્ડિંગ કોંટ્રાક્ટર    પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

ટાઈટ રેડ ટીશર્ટ અને બ્લેક જીન્સ પેન્ટ, ઉપરથી  છાંટ્યું હોય ઇમ્પોર્ટેડ સેન્ટ,
સિગરેટ, ચા, ને માણિકચંદ તમાકુ, એની રફ લેંગ્વેજ- સા...એક ધોલ આપું.

એલાવ એલાવ ના ડબલાં હોય બે ચાર, બે નંબરના ફદિયાં પણ હોય  અપાર.
ઓફિસ એણે બનાવી હોય આલાગ્રાન્ડ, ને આલિયો – મવાલિયો સબ કોઈ ફ્રેન્ડ.

મુનશી –પાલટી કી ઐસી કી તૈસી, બિલ્ડિંગ બનેગી તો હમ કહે વૈસી.
ડ્રોઈંગ, બેડરૂમ, કીચન, ડાઈનીંગ, બનાઈ આલીયે સબકુછ ફાઈનીંગ.

એક ખીલી ઠોકો ત્યાં બની જાય બખોલ,ત્યાંથી કર આવ-જા દરવાજો ન ખોલ.
શિયાળે ઠંડી ને ઉનાળે આકરો બાફ, જો લાગે ન ઘરમાં તો જા પૈસા માફ.

ચોમાસે ફક્ત ટપકશે થોડું પાણી, ગુલામ થઈ જઈશ જો ખોટી પડે વાણી.
સળિયા સિમેંટ કમ ને  રેતી ચૂનો જ્યાદા, મજબૂતી ના  ભલેને કર્યા હોય વાદા.

એક જેમ ચાર જેમ આઠ જેમ બાર,કામ ન લાગે કંઈ થોથાની બહાર.
ટીકવૂડ, રોઝવૂડ, સાગ ભલે ને સારાં,આંબાના પાટીયાં જ વાપરું હું મારાં.

દાદરો ચઢતાં જ થઈ જાય ફ્રેક્ચર,સમજ્યાં અમે કોણ? બિલ્ડિંગ કોંટ્રાક્ટર.




 



પોતાના જ પગ પર કુહાડી.                પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

માબાપની લાગણી છે છલકતું સરોવર,માબાપની ભાવના છે ભરપુર વહેતી નદી,
માબાપની મમતા નિર્વ્યાજ અને નિસ્વાર્થ, રહે છે એવી ને એવી જ સદીઓની સદી.

સદભાગી સંતાનો પ્રેમથી અને સત્કર્મોથી સીંચીને એને,  જલસા સરેઆમ કરે છે,
દુર્ભાગી સંતાનો નફરતથી અને ધૂત્કારથી, પોતાના જ ભાગ્યની કત્લેઆમ કરે છે.

‘માવતર કમાવતર ન થાય’ એ વાતનો દુરુપયોગ સંતાનો કરે છે અને પછી,
‘કર્મના ફળ કોઈને છોડતા નથી’ એ હકીકત  મુજબ કર્મના ફળ એ લોકો ભરે છે.

દિમાગમાં ચાલતા કૂટઉધોગો અને મનના વિચાર નામની ગટરની ગંદકી વહાવીને,
માબાપની આશિષથી વંચિત રહીને, જાણ્યે અજાણ્યે પોતાના જ પગ પર કુહાડી મારે છે.



તું છે તો હું છું.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

કહેવાય છે કે તું છે તો હું છું, છતાં..
તને કેટલીયવાર તાવ્યો  છે મેં.
ગીલ્ટ અનુભવીને વારંવાર, તને..
અંદરથી  બહુ  સંતાપ્યો છે મેં.
આ જગમાં સર્વોપરી છે, એ રીતે
કણ કણ માં વ્યાપ્યો છે તું.
ન છેદાય કે ન ભેદાય એવો તું,
બધાએ એ રીતે જ તને સ્થાપ્યો છે.
તું જે કઇ કરે કહે, એ જ સાચું
એવો હક્ક આપ્યો છે તને, છતાં
છેક હવે ડહાપણ આવ્યું છે, ત્યારે,
લાગે છે હું નહીં તું જ ફાવ્યો છે.
ખરે જ તું છે તો હું છું, તને જ
અર્પણ મારા સર્વ કાર્યો છે.


તુમ હરપલ યાદ આતી હો.      પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

રોજ ચાંદ નિકલતા હૈ, રોજ સુરજ ઢલતા હૈ.
સમય યું ગુજરતા હૈ, પતા ભી નહીં ચલતા હૈ.

હવા ચલતી હૈ, હલકેસે એક ફુલ ખીલતા હૈ.
અપને હિસ્સે કા પ્યાર યહાં સબ કો મિલતા હૈ.

આજ તુમ  નહી હો હમારે બીચ ફિર ભી,
તસલ્લી યે હૈ,  તુમ્હારા કુલદિપક જલતા હૈ.

યાદ આતી હો તુમ હરરોજ હરપલ  હમે,
તુમ્હારે જૈસા દિલવાલા ઇન્સાન બારબાર કહાં મિલતા હૈ.

(to my younger sister Anju with Love)



જિંદગી.   પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

પ્રેમ અમાપ અને અમૂલ્ય છે,
બીજાને આપીને નીજને પમાય છે.

અને વ્યવહાર હમેશા મપાય છે,
આવ્યો હોય એ પ્રમાણે અપાય છે.

સહુને આપ્યા કરો એલાન જંગના,
તો જિંદગી એ રણમેદાન સમાન છે.

પણ પાળો જો શોખ કોઇ ઢંગના,
તો જિંદગી ઘણી મોજથી કપાય છે.

આમ તો સેંકડો-હજારો-લાખો-કરોડો,
લેખો-કાવ્યો-વાર્તાઓ રોજ છપાય છે.

પણ સહજમાં સંસ્કાર સીંચન થાય એવી,
જૂજ રચનાઓ સાવ એમાં દેખાય છે.



જાણું છું.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

બધું જ જાણું છું એમ તો નહિ કહું,
પણ થોડું ઘણું તો હું જાણું જ છું.

આપણા જ બનાવેલા આપણને કેવા,
બનાવે છે એ રમત હું માણું છું.

દિલનું દર્દ અને આંખોના આંસુને,
હોઠો પર સ્મિત સજાવીને હું ખાળું છું.

હમણા છું એટલે કાયમ રહીશ નહીં,
પળમાં વહી જઈશ એવું હું વ્હાણું છું.

હંમેશા ખુશ રહો, સુખી રહો એવી,
પ્રાર્થનાથી પ્રભુને, મનમાં આણું છું.



આપણે તો બેન જલસાથી જીવવાનું.    પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

સોહામણી  સવાર અને સલોણી સાંજને બે આંખોથી ઊરમાં સમાવીને,
સુસ્ત બપોરે જરાઆરામ ફરમાવવાનું, આપણે તો બેન જલસાથી જીવવાનું.

ઝઘડવાનું, રીસાવાનું અને તે પછી મોં ફૂલાવીને થોડા અબોલા લેવાના,
પછી એ મનાવે ત્યારે માની જવાનું,પણે તો બેન જલસાથી જીવવાનું.

તેજ વીજળીની જેમ ચમકવાનું અને મંદમંદ તારાની જેમ ટમટમવાનું,
વાદળીઓની જેમ રીમઝીમ વરસવાનું, આપણે તો બેન જલસાથી જીવવાનું.

રંગબેરંગી ફૂલોની જેમ મહેકવાનું અને પંખીના કલરવ સમું ચહેકવાનું,
પતંગીયાની પાંખ લઈને ફૂલે ફૂલે ભમવાનું, આપણે તો બેન જલસાથી જીવવાનું.

હળવા થઈને હરવાનું  ફરવાનું અને હૈયે  હરિનામની માળા હરદમ જપવાનું,
દુખિયારાની દસ્તક સુણીને કામ એનું કરવાનું, આપણે તો બેન જલસાથી જીવવાનું.

પર્વત સમી અડગતા થી રહેવાનું  અને  અલમસ્ત ઝરણા થઈને વહેવાનું,
તરસ્યાને પાણી પાવાનું ભૂખ્યાને અન્ન દેવાનું, આપણે તો બેન જલસાથી જીવવાનું.

સાંગોપાંગ કરીને સ્વીકાર અહીં  એક્બીજાની  ભૂલો સઘળી માફ કરતાં શીખવાનું,
ગમતાંનો કરીને ગુલાલ વહાલા સંગે હોળી રમવાનું, આપણે તો બેન જલસાથી જીવવાનું.

હાથોમા જરા હાથ લઈને, આંખોમાં આંખો પરોવી, મૃદુતાથી મલકીને  એને કહેવાનું,
આઈ લવ યુ,  શરમાઈને આઘા જરા ખસવાનું, આપણે તો બેન જલસાથી જીવવાનું.

નહીં કોઈને નડવાનું  ને સૌથી અળગા રહેવાનું, કે પારકી દૌલતને નહીં અડવાનું 
પ્રીતને ઝુલે ઝુલવાનું ને ગીત મજાના ગાવાનું, આપણે તો બેન જલસાથી જીવવાનું.

સાનમાં સમજવાનું, અહમને તજવાનું અને ખોટું હોય તેનું પણ ખોટું નહી લગાડવાનું,
સાચાને અહીં સાબિત કરવા આપણે નહીં ઝઝૂમવાનું, આપણે તો બેન જલસાથી જીવવાનું.

Tuesday, 7 July 2020


જલ હી જીવન હૈ.    પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

ખેલ કૂદકે આયા ઘરમેં, કપડે ગંદે કરકે લાયા ચીંટુ,

મમ્મી ગુસ્સા હોકર બોલી, યે ક્યા તેરી રીત હૈ ચીંટુ?

સર્ફ એક્સલ હૈ ના મમ્મી,  ફિર કાહે કો રોના મમ્મી?

બાલ્ટીભર પાની લેકર,  બડે ઈત્મીનાનસે નહાયા ચીંટુ,

મન હી મન મેં બોલી મમ્મી, સબક સીખાઉંગી તુજકો ચીંટુ.

ખાના ખાકર પ્યાસ લગી તો,  પાની  પાની બોલા ચીંટુ,

સર્ફ એક્સલ મેં ગયા સબ પાની, કહાંસે લાઉં પીનેકા પાની?

ચીંટુ સમજા બાત મમ્મીકી, કાન પકડકર બોલા સોરી મમ્મી.

બચ્ચો સમજો બાત  પતે કી, જૈસે સમજા અપના ચીંટુ

 જલ હી જીવન હૈ તુમ ભી સમજો, જૈસે સમજા અપના ચીંટુ.


  હેપ્પી બર્થ ડે, આયાંશ.(૨૭-૦૫-૨૦૧૭)   પલ્લવીદાદી અને જીતુદાદા.   જાણે સમયને આવી હોય પાંખો, એ રીતે ઝડપથી પસાર થાય છે, ત્રણ મહિનાનો આયાંશ...